Kisan Drone Yojana: એગ્રીકલ્ચર સેક્ટરમાં ઘણા ફેરફાર આવ્યા છે. પહેલા જ્યાં ખેડૂતોને પાકની વાવણી અને લલણીમાં અનેક દિવસ લાગતા હતા ત્યાં આજે હવે એગ્રી મશીનોના ઉપયોગથી આ કામ ખુબ સરળતાથી ઓછા સમયમાં પૂરું થઈ જાય છે. તેનાથી ખેડૂતોના ઉત્પાદન ખર્ચ અને મહેનત બંને ઘટી જાય છે. આ સાથે જ પાકની ગુણવત્તા અને ખેડૂતોની આવક બંને વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો
છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો છે. ખેતીમાં ડ્રોનનો ઉપયોગ ખુબ ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી ઘણું પ્રોત્સાહન આપી રહ્યા છે. જેથી કરીને સારા પાકની સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે. 


કલાકોનું કામ મિનિટોમાં
ડ્રોનનો સૌથી વધુ ફાયદો એ છે કે મોટા વિસ્તારમાં પણ તે સરળતા અને સુરક્ષિત રીતે ગણતરીની પળોમાં દવાનો ફટાફટ છંટકાવ કરી શકાય છે. તેનાથી ખર્ચમાં ઘટાડો થશે અને સમયની પણ બચત થશે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે યોગ્ય સમય પર ખેતરોમાં કીટનાશકનો ઉપયોગ થઈ શકશે. 


ખેડૂત ડ્રોન યોજના
સરકારે દેશના ખેડૂતોને એગ્રી ડ્રોન ખરીદવા માટે કિસાન ડ્રોન યોજનાની શરૂઆત કરી છે. આ યોજના દ્વારા ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે અલગ અલગ સબસિડી અપાશે. 


કિસાન ડ્રોન યોજનાના ફાયદા
યોજના હેઠળ ખેતી માટે ખરીદાયેલા ડ્રોન પર અલગ અલગ ક્ષેત્રો અને વર્ગોના ખેડૂતોને અલગ અલગ પ્રકારે સબસિડી આપવાની ભલામણ છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીકામ માટે ડ્રોન ખરીદવા પર સબસિડીની જોગવાઈ છે. 


5 લાખ રૂપિયા સુધીની સબસિડી
આ સબસિડીમાં એસસી, એસટી, નાના અને મધ્યમ, મહિલાઓ અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને 50 ટકા કે પછી મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની જોગવાઈ છે. દેશના અન્ય ખેડૂતોને 40 ટકા કે મહત્તમ 4 લાખ રૂપિયા સુધીની અને ખેડૂત ઉત્પાદન સંગઠનો (FPO) ને 75 ટકા સુધીની સબસિડીની જોગવાઈ છે. 


ડ્રોનના ઉપયોગથી ફાયદો
જમીનનું મૂલ્યાંકન, રસાયણોના વધુ પ્રયોગથી બચાવ, પશુધન મેનેજમેન્ટ, હવામાનની નિગરાણી, છોડવાના રોગી સમયસર જાણકારી, માટા અને ક્ષેત્રનું વિશ્લેષણ વગેરે ફાયદા થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube